મારી જીદંગી નો સૌથી મઝેદાર સમય અેટલે સંજીવની હોસ્પીટલ,સાવલી.આ હોસ્પીટલ થી મને ગણુ બઘુ શીખવા મલીયુ છે.મારા જીવન મા આ વક્ત ક્યારે નઇ ભુલી શકુ(my life best moments ever).
આ સફર ની શરુઆત મારા ભાઇના જનમદિવસ થી થઇ(Date-16/04/2014).આ દિવસે તો નવા નવા માનસો ને મલ્યો (પેલા તો ખાલી નામ જ સાંભળ્યા હતા).અે દિવસે Enjoy તો બહુ કરયો પરંતુ બોર પણ એટલો થઇ ગયો હતો અને વિચારી લીધુ કે હવે પછી ક્યારે પણ ભાઇ જોડે ક્યારે પણ નઇ જાઉ પરંતુ બધા કે છે કે સમય સમય ના ખેલ છે જે થાઇ એ બધુ સારા માટે થાઇ છે અને મારી જોડે પણ કઇક અેવુ બન્યુ ફરી વાર.ફરી થી મારા ભાઈ એ મને ઓફર કરી ચલ આવુ હોઈ તો સાવલી,ત્યારે મને થયુ કે ના લા હુ કંટાડી જઈશ પણ મારા થી હા બોલાઈ ગયી. અમે બંને (હુ અને ભાઈ) નીકળ્યા સાવલી જવા. ત્યાં જેવો પોચ્યો ત્યારે એક વ્યક્તિ ને મળીને જે આનંદ મળ્યો.એક અદભુત વ્યક્તિ જેને પેહલા ખાલી નામ થી જ ઓળખતો હતો અને એકાદ બે વખત અમદાવાદ એરપોર્ટ પર મળ્યો હતો.એમનું નામ હતું ડૉક્ટર મયુર પટેલ, જતા દિવસો માં મારા ગુરુ,મારા સારા એવા દોસ્ત,મારા આઇડિયલ વ્યક્તિ,જેના કારણે હું અત્યારે જે ભી છું એનો શ્રેય ખાલી આ વ્યક્તિ ને જ જાય છે.એ દિવસે બહુ બધી મહાન વ્યક્તિ ને મળ્યો. બીજી વ્યક્તિ ને મળ્યો એ થોડી અટપટી છે જેમનો અનુભવ વ્યક્ત કરવા માં મને થોડો વધારે રસ છે,નામ છે ડૉક્ટર ઇરફાન રાઠોડ સર , બધી જ વસ્તુઓ માં મલ્ટી telanted , પોતે કૉંગ્રેસ યુવા પ્રમુખ છે, હોસ્પિટલ ના માલિક અને અનેક વસ્તુ માં અલગ અલગ રસ ધરાવતી વ્યક્તિ,જે મને એમના માં વધારે ગમી.બાકીનું આગળ જતા ખબર પડી જ જસે કે કેટલી ખતરનાક વ્યક્તિ છે. હવે વારી આવી લાઈફ ટાઈમ દોસ્ત ની નામે એમને સાજિદ ભાઈ હું કહું છું,આ આઇટમ મને બહુ મનોરંજન કરતી,હજુ પણ કરે જ છે. જેટલા ભી દિવસ સાવલી માં વિતાવ્યા આ વ્યક્તિ જોડે જે વક્ત વિતાવ્યો છે એના એક એક પળ ની યાદગીરી હજુ પણ છે. હવે થોડાક આગળ વધીએ, એ દિવસ નો થોડોક અનુભવ વ્યક્ત કરુ. એ દિવસે ટાઈમ ક્યાં જતો રહ્યો એ જ ના ખબર પડી. જેવા ત્યાં પોચ્યા ત્યારે ચા આવી ગઈ, ચા ની ચૂસકી થી સંજીવની હોસ્પિટલ ની શરૂઆત થઈ,ત્યાર પછી ભાઈ તો OPD માં વ્યસ્ત થઈ ગયો.પછી નવી નવી વસ્તુ શીખવા માં મને બહુ આનંદ આવે તો એ ચાલુ કર્યું. પછી વેળા થઈ બપોર ના ભોજન ની, ટિફિન આવી ગયું હતું એનો આનંદ મસ્તી થી બધા(ડો.મયુર, ડો.ઇરફાન, ડો.તુષાર,સાજીદભાઈ) સાથે લીધો.હજુ બીજી બે વ્યક્તિ ની ઓળખ આપવાની બાકી છે જે બે વ્યક્તિ ના નામ છે ગાયત્રી અને સેજલ(નર્સ સ્ટાફ).ગાયત્રી જેવું ટેલેન્ટ મે કોઈ નર્સ માં હજુ સુધી નથી દેખ્યું.એક સાથે રિસેપશન નું કામ સાથે સાથે OPD અને તાત્કાલિક સેવાઓ અને એડમીત બીમાર વ્યક્તિ ની સેવા કરવા માં મદદ કરતી.સેજલ પણ કઈ કમ નતી. એ પણ એટલી જ પાવરફુલ હતી પણ ગાયત્રી જેટલી તો નઈ. હવે આવ્યો મારો ગોલ્ડન વક્ત (સાંજ નો સમય). 5 વાગ્યા એટલે ઘરે જવાનો સમય થયો પણ અચાનક 4 છોકરીઓ જે BHMS ની સ્ટડી કરતી હતી. પણ એમાંની એક છોકરી એ મારા હોસ ઉડાવી દીધા. પેલી નજર નો પ્રેમ(LOVE AT FIRST SIGHT) થઈ ગયો હોઈ એવું લાગ્યું.એક જ ઝલક માં મને હલાવી નાખ્યો.(
Ek ladki dekhi bilkul bijli ki tarah ... one flash ... ek chamak aur main apna dil kho behta ... mujhe lagta hai mujhe us ladki se behad pyar ho gaya hai ... bas ab ek hi tamanna hai ... rehna hai uske dil mein)એ વ્યક્તિ નું નામ નઈ વ્યક્ત કરું.એ વ્યક્તિ ને મારી લાઈફ માં પેલી વાર ૧૨/૦૮/૨૦૧૪ ના દિવસે 5 વાગે ને 13 મિનિટ એ દેખી હતી.એ દિવસ અને એ ટાઈમ ક્યારે મારી પૂરી જિંદગી માં નઈ ભૂલી સકુ. પછી મારા ભાઈ એ મારો પરિચય એ ચાર છોકરીઓ ને આપ્યો તો થોડો ખુશી ના મારે ફૂલા ના સમાયાં ત્યાર પછી ભાઈ એ એમનો પણ પરિચય કરાયો.બહુ મસ્તી કરી એ દિવસે.હવે આવ્યો ઘરે જવાનો વારો ALMOST 7 વાગી ગયા હતા.ઘરે પોહચી ને બસ મન માં એક જ વસ્તુ ગુંજતું હતું ખાલી એનો જ ચેહરો દેખાતો હતો મને એવું જ હતું કે આ ખાલી ATTRACTION જ છે પણ સમય જતા જતા એ LOVE માં CONVERT થઈ ગયો.કોઈ દિવસ સવારે વેલા ના ઉઠું એ માણસ સવારે 6 વાગે ઉઠી ને રેડી થઈ ગયો. ત્યારે ભાઈ એ પૂછ્યું કે કઈ જાય છે ખાલી મે એને એટલું જ કહ્યું કે તારી જોડે સાવલી આવું છું તો એ પણ ચોક થઈ ગયો કે આ માણસ અચાનક સાવલી કેમ આવે છે પણ એને ક્યાં ખબર હતી કે હું બસ એક ચેહરો દેખવા ફરી થી એની જોડે આવું છું. As usual ફરી થી ઘરે થી સાવલી જવા નીકળ્યા, પોહચયા ની સાથે ચા ની ચૂસકી મળી ને ફ્રેશ અનુભવ્યું. ફરી થી ભાઈ OPD માં busy થઈ ગયો અને હું મારા નવા નવા experiment માં મારું દિમાગ ચલાવવા લાગ્યો.એ દિવસે x-ray કેવી રીતે પડાય એ રાઠોડ સર એ સમજાવ્યું જતા દિવસો માં એ પણ શીખી ગયો. જોતા જોતા મારા ગોલ્ડન સમય નો સમય થઈ ગયો 5 વાગી ગયા અને પાછો એ ચેહરો જોવા મળ્યો અને દિલ બેકાબૂ થઈ ગયું. રોજના રોજ આવી મુલાકાતો વધતી ગઈ અને પછી એક સમય એવો આવ્યો કે મારે એનો કોન્ટેક્ટ નંબર જોઈતો હતો પણ મારી પણ થોડી સેલ્ફ રીસપેક્ટ હતી તો મે એ ના કર્યું છેલ્લે ભાઈ ના મોબાઈલ માં થી એનો નંબર લીધો પછી ઘરે જઈને એની જોડે અંજન વ્યક્તિ ની જેમ વાત કરી છેલ્લે ભાઈ ને કીધું મે તો એને કીધું નામ કહી દે તો મે નામ કહી દીધું.આવી રીતે હવે દરરોજ વાત થવા લાગી મેસેજ વડે.વાતો વધતી ગઈ ફિલિંગ પણ સાથે સાથે વધતી ગઈ.પણ લવ તો એક સાઈડ જ હતો.હવે વારો આવ્યો કૉલેજ જવાનો ત્યાં પણ એ જ રીતે વાત કરતો હતો એક દિવસ મેસેજ વડે મારી ફિલીંગ નો અહેસાસ એને કરી દીધો.as usual જવાબ સેમ મળ્યો ના માં.તો વિચારી લીધું હવે ક્યારે એની સામે નઈ આવું.પણ સમય સમય ના ખેલ છે કે હું મારી ફિલીંગ ને ના રોકી શક્યો અને કૉલેજ માં જેવું સેમેસ્ટર પત્યું સિદ્ધા સાવલી ગયો ઘરે જવાને બદલે.વાતો વાતો માં ક્યાં 2 વરસ નીકળી ગયા કઈ જ ના ખબર પડી.હવે આવ્યો મારો ગોલ્ડન સમય નવરાત્રી નો એમની સોસાયટી માં સાવલી ના સૌથી મસ્ત ગરબા થતાં તો ત્યાં દાકો નાખી દીધો.મજા કરી.કહાની ના એન્ડ માં બસ એક સાઈડ લવ મહેસૂસ કર્યો પણ એ સમય મારી જિંદગી નો સૌથી મજેદાર સમય હતો.એની જોડે બીજા ઘના બધા ફ્રેન્ડ મળ્યા,બેસ્ટ ફ્રેન્ડ.અત્યારે પણ છીએ.બસ કહાની ના એન્ડ માં એટલું જ કહીશ કે મને એ છોકરી ઘણું બધું શીખવાડી મારી લાઈફ માંથી બહાર થઈ ગઈ.હજુ પણ બેસ્ટ ફ્રેન્ડ તો છીએ જ કે એક બીજાને સમજી શકીએ.ત્યારે બસ એક જ વસ્તુ શીખી(તુ આવી ત્યારે મેં, આંગણાને કહ્યુ હતુ :'બરાબર ને?'
ફૂલોને કહ્યુ હતુ : 'મજામાં ને ?'
ભીંતને કહ્યુ હતુ : 'જોયું ?'
ઘડિયાળને કહ્યુ હતુ : 'કેમ છે ?'
ઓરડાને કહ્યુ હતુ : 'જલ્સા ને ?'
તારા ગયા પછી મેં,
મારી જાતને જ કહ્યુુ : 'જીવે છે?').
એન્ડ બીજી વસ્તુ શીખી (love is only based on adjustment,compromise and make the meaning of true love).
At the end ek j vastu Kahish,
You were attraction of mine,
You were addiction of mine,
You were satisfaction of mine,
Yeah! You r love of mine....
- Jaimin patel